પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવોથી ત્રાસી ગયેલ ભારતની જનતાનાં માટે એક નવા સમાચાર સામે આવ્યા છે.
ગાડી , જીપ,મોટર સાઈકલ કે પછી રિક્ષા ચલાવતા વાહન ને CNG નાં લીધે ખિસ્સા પર વધારે ભાર પડતો નથી. પરંતુ જગત ના પિતા એવો ખેડૂત વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવથી ત્રાહિમામ પોકારી ઊઠયો છે. વધારે કોસ્ટિંગનાં લીધે ખેડુતોને છેવટે તો મજૂરી માત્ર નીકળે છે .આવા સમયે કેન્દ્રીય માર્ગ અને વાહન વિભાગ મંત્રી નીતિન ગડકરીએ એક અગત્યની જાહેરાત કરી છે .
CNG ટ્રેકટર !
તમે ખરું સાંભળ્યું . બાઈક,રિક્ષા, કાર બાદ ટુંક ગાળામાં તમને CNG ટ્રેકટર પણ રસ્તા પર જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૨ જાન્યુઆરી નાં રોજ નિતિન ગડકરી CNG ટ્રેકટર નું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે .
શું થશે લાભ ???
- ખેડૂતોની કમાણી બમણી થશે.
- પેટ્રોલ નાં ભાવ ૮૫+ છે જ્યારે .CNG ગેસ ફક્ત ૫૦ રૂપિયા માં પડશે.
- પ્રદૂષણ માં નોંધનીય ઘટાડો જોવા મળશે .
હાલ આ અંગે કોઈ વધારે વિગતો પ્રાપ્ત થયેલ નથી .CNG ટ્રેકટર પ્રોજેક્ટ અંગેનું ભવિષ્ય હવે ૧૨ ફેબ્રુઆરી પછી જ નિહાડવાનું રહ્યું. Source :GSTV
1 comment:
Nice samachar
Post a Comment